અયોધ્યા: ઉદ્ધવ ઠાકરેએ પરિવાર સાથે સરયુ નદીમાં મહાઆરતીમાં લીધો ભાગ

શિવસેનાએ અચાનક કાર્યક્રમમાં કર્યો ફેરફાર, શિવસૈનિકો શનિવારે જ સાંજે અયોધ્યાથી મુંબઈ ટ્રેન મારફતે પાછા ફરશે, તંત્રને પણ લેખિતમાં કરી જાણ

અયોધ્યા: ઉદ્ધવ ઠાકરેએ પરિવાર સાથે સરયુ નદીમાં મહાઆરતીમાં લીધો ભાગ

નવી દિલ્હી: ભગવાન રામની નગરી અયોધ્યામાં શનિવારે ત્યારે માહોલ હાલ ગરમ છે. અહીં રામ મંદિરન નિર્માણની માંગ મુદ્દે શિવસેના અને વિશ્વ હિંદુ પરિષદ અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં મરાઠી શબ્દોથી પોતાનાં ભાષણની શરૂઆત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, હું માત્ર ભગવાન રામના દર્શન કરવા માટે આવ્યો છું. હવે હું અહીં વારંવાર આવતો રહીશ. આ દેશનો દરેક હિંદુ ઇચ્છે છે કે જ્યાં ભગવાન રામનું જન્મ સ્થળ હોય ત્યાં મંદિર બનવું જોઇએ. આગળ તેમણે કહ્યું કે, યાદ તેને કરવામાં આવે છે જેને આપણી ભુલી જતા હોઇએ. રામ લલાને આપણે ક્યારે પણ ભુલી શકીએ નહી. હિન્દુત્વ આપણા લોહીમાં છે. આજે રામ મંદિરની તારીખ જોઇએ.ઠાકરેનાં અનુસાર આજે રામ મંદિર ક્યારે બનશે તેની તારીખ કહો. પહેલા મંદિર ક્યારે બનશે તેની વાત કરો બાકીની બધી જ વાતો પછી થશે. 

ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે ભારે હલચલ જોવા મળી રહી છે. અહીં રામ મંદિરના નિર્માણની માગણીને લઈને શિવસેના અને વિશ્વ હિન્દુ પરિષદ અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યાં છે. શિવસેના અહીં આશીર્વાદ ઉત્સવનું આયોજન કરી રહી છે જ્યારે વીએચપી રવિવારના રોજ ધર્મસભાનું આયોજન કરી રહ્યું છે. આ માટે સેંકડો શિવસૈનિકો મહારાષ્ટ્રથી બે ટ્રેન દ્વારા અયોધ્યા પહોંચી ગયા છે. અયોધ્યામાં હાલ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આશરે 70,000 સુરક્ષાકર્મીઓ સુરક્ષા માટે તહેનાત કરાયા  છે. 

લક્ષ્મણ કિલ્લા પહોંચ્યા
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પરિવાર સહિત અયોધ્યાના લક્ષ્મણ કિલ્લા પહોંચી ગયાં છે. અહીં તેમણે સાધુ સંતો સાથે મુલાકાત કરી. આ સાથે જ વૈદી પૂજન પણ શરૂ થઈ ગયું છે. 

લક્ષ્મણ કિલ્લા માટે રવાના થયા
શિવસેના પ્રમુખનું અયોધ્યા એરપોર્ટ પર શિવસૈનિકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આખા રનવેને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરે હવે લક્ષ્મણ કિલ્લા માટે રવાના થઈ ગયા છે. અહીં તેઓ સાધુ સંતો સાથે મુલાકાત કરશે. 

ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પહોંચ્યા
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે પત્ની રશ્મિ ઠાકરે અને પુત્ર તથા શિવસેના નેતા આદિત્ય ઠાકરે સાથે અયોધ્યા પહોંચી ગયા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરાયું. તેઓ ત્યાં સાધુ સંતો સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ઉદ્ધવ ઠાકરે રામ મંદિરના નિર્માણ માટે મહારાષ્ટ્રથી પોતાની સાથે ચાંદીની એક ઈંટ  પણ લઈને આવી રહ્યાં છે, જે તેઓ સંતોને સોપશે. 

મુખ્યમંત્રીએ બોલાવી મોટી બેઠક
અયોધ્યામાં શનિવારે શિવસેના અને રવિવારે વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યક્રમો થઈ રહ્યાં છે તેના કારણે માહોલમાં ગરમાવો છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાની હાલની સ્થિતિ પર ચર્ચા કરવા માટે એક મોટી બેઠક બોલાવી છે. આ બેઠક આજે લખનઉમાં મોડી સાંજે 8.30 વાગે થશે. કહેવાય છે કે આ બેઠકમાં અયોધ્યાની હાલની સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે. 

પત્ની અને પુત્ર સાથે આવશે શિવસેના પ્રમુખ
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યા પહોંચી રહ્યાં છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પત્ની રશ્મિ ઠાકરે, પુત્ર આદિત્ય ઠાકરે પણ અયોધ્યા પહોંચી રહ્યાં છે. તેઓ બપોરે 2 વાગે એરપોર્ટ પહોંચશે. અને 3 વાગે લક્ષ્મણ કિલ્લા પહોંચશે. જ્યાં તેઓ સંતો સાથે મુલાકત કરશે. ત્યારબાદ સાંજે 6 વાગે સરયુના ઘાટે મહાઆરતીમાં સામેલ થશે અને આ દરમિયાન તેમનો પરિવાર પણ તેમની સાથે હશે. 25 નવેમ્બરના રોજ સવારે 9 વાગે રામ જન્મભૂમિમાં રામલલ્લાના દર્શન કરશે. શિવસેનાના આ કાર્યક્રમમાં સામેલ થવા માટે શિવસૈનિકોની પહેલી ટ્રેન ગઈ કાલે અયોધ્યા પહોંચી હતી અને બીજી ટ્રેન આજે સવારે 7.15 વાગે પહોંચી.

કોંગ્રેસે સાધ્યું નિશાન
આ બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું છે કે અયોધ્યામાં 25 નવેમ્બરના રોજ શિવસેનાના પ્રમુખના આગમન પહેલા જ માહોલને સાંપ્રદાયિક બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આમ થવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે રામ મંદિરનો મામલો હજુ કોર્ટમાં છે. આથી બધાએ રાહ જોવી જોઈએ. કા પછી આપસી સંમતિથી રસ્તો નીકળે તેના પર વાત કરવી જોઈએ. 

આવતી કાલે વીએચપીનો કાર્યક્રમ
રવિવારે અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવસેનાના પ્રમુખના કાર્યક્રમને જોતા અયોધ્યાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. શનિવારે તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. 

મોટી સંખ્યામાં પોલીસ તહેનાત
લખનઉમાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે અયોધ્યામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે એક એડિશનલ ડીજીપી સ્તરના અધિકારી, એક ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, 3 એસએસપી, 10 એએસપી, 21 ક્ષેત્રાધિકારી, 160 ઈન્સ્પેક્ટર, 700 કોન્સ્ટેબલ, પીએસીની 42 ટુકડી, આરએએફની પાંચ કંપનીઓ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત એટીએસના કમાન્ડો અને ડ્રોન કેમેરા પણ નિગરાણી માટે તહેનાત કરાયા છે. 

લોકોએ કરવા માડ્યો સ્ટોક
ચારે બાજુ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જો કે કહેવાઈ રહ્યું છે કે મુસ્લિમ સમુદાયમાં ડરનો માહોલ છે. કેટલાક લોકોએ શુક્રવારથી જ ઘરમાં જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરવા માંડ્યો છે. તેમણે અનાજ, ફળ, શાકભાજી અને દવાઓનો સ્ટોક કરી લીધો છે. અનેક લોકોને એ વાતનો ડર છે કે ક્યાંક 6 ડિસેમ્બર 1992 જેવી ઘટના ફરી ન ઘટે. આજે અયોધ્યામાં શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. શહેરની લગભગ 50 શાળાઓમાં સુરક્ષાદળોના કેમ્પ લગાવવામાં આવ્યાં છે. 

ભયનો માહોલ નથી-પ્રશાસન
અયોધ્યાની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તે માટે અધિકારીઓ એલર્ટ છે. અયોધ્યાના ડીએમ અનિલકુમારે કહ્યું કે પ્રશાસન સતત સ્થાનિક લોકોના સંપર્કમાં છે. ત્યાં ડરનો કોઈ માહોલ નથી. ડીએમએ લોકોને ખાતરી અપાવતા કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી. તેમણે જાણકારી આપતા કહ્યું કે શિવસેના અને વીએચપી બંનેને કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી છે. બંને તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમના કાર્યક્રમના કારણે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા થશે નહીં.  

આ છે ઉદ્ધવ ઠાકરેનો પ્લાન
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 24 નવેમ્બરના રોજ બપોરે 2 વાગે અયોધ્યા એરપોર્ટ પહોંચશે. 3 વાગે તેઓ લક્ષ્મણ કિલ્લા જશે. ત્યારબાદ તેઓ શ્રી વિદ્વત સંત પૂજન અને આશીર્વાદોત્સવ કાર્યક્રમમાં સામેલ થશે. સાંજે 5.15 વાગે નયા ઘાટ પર સરયુની આરતીમાં તેઓ સામેલ થશે. 25 નવેમ્બરની સવારે 9 વાગે રામ જન્મભૂમિમાં રામલલ્લાના દર્શન કરશે. બપોરે 12 વાગે અયોધ્યામાં જ પ્રેસ કોન્ફરન્સ કરશે. ત્યારબાદ બપોરે 1 વાગે તેઓ જનસંવાદ કરશે. 3 વાગે પાછા એરપોર્ટ રવાના થશે જ્યાંથી તેઓ મુંબઈ માટે નીકળી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news